વડોદરા તાલુકા પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ભાયલી નવરચના યુનિ. પાસે આવેલી કિશન એલ્ટિસ સાઇટની બંધ ઓફિસમાં જુગાર રમતા 12 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી વિશ્વાસપાત્ર બાતમીના આધારે કરાયેલા આ રેઇડમાં અનેક બિલ્ડર તથા અન્ય વ્યક્તિઓ સામેલ હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપિયા ₹1,05,640/-, દાવ ઉપરના રૂપિયા ₹45,130/-, મોબાઇલ ફોન 12 નંગ (કિંમત ₹1,80,000/-) અને પત્તા-પાના મળી કુલ ₹3,30,770/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
પકડાયેલા આરોપીઓના નામ:
- અલ્પેશભાઈ ગોરધનભાઈ નારીયા (45), સેવાસી
- વિશાલ મોહનભાઈ પટેલ (47), અકોટા
- સંજય જમનાદાસ પટેલ (53), અકોટા
- મેહુલ જેન્તીભાઈ ઝિંઝુવાડીયા (45), ભાયલી
- કુંજન ભરતભાઈ કાલરીયા (38), સેવાસી
- ભાવેશ મનસુખભાઈ પટેલ (50), ભાયલી
- વિપુલભાઈ જયભાઈ પટેલ, અકોટા
- સંદિપ કેશવલાલ પટેલ (45), વાસણા
- પિયુષકુમાર મનસુખલાલ નાદપરા (44), વાસણા
- પિયુષ અશ્વિનભાઈ વાચાણી (42), દિવાળીપુરા
- નયન ભીમજીભાઈ લિમ્બાચીયા (40), ભાયલી
- વિમલ મગનભાઈ પટેલ (46), વાસણા
પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા તાલુકા પોલીસે ચેતવણી આપી છે કે બિલ્ડરો કે અન્ય કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

