Genius Daily News
Uncategorized

સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો

વડોદરા નગરી હવે ભૂવાનગરી તરીકે ઓળખાવવા લાગી છે ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભૂવાઓ પડ્યા હતા જે સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નં.17મા વધુ એક ભૂવો પડ્યો છે છ માસમાં આ વિસ્તારોમાં સાત જેટલા ભૂવા પડ્યા છે. પેટ્રોલ પંપ નજીક ક જ ભૂવો પડતા વાહનચાલકો, મૂંગા પશુઓ માટે જોખમી બન્યો છે એક કાર આ ભૂવામા ફસાઈ છે જેમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. લોકોએ દોડી આવી મહિલાને બહાર કાઢ્યા. ઇલેક્શન વોર્ડ17મા મ્યુનિ. કાઉન્સિલર શૈલેષ પાટીલના વિસ્તારમાં ભૂવો પડતા પાલિકાના અધિકારીઓ બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વે કરી ભૂવાને કોર્ડન કરાયું છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો ની કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા

Related posts

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના થારકુવા ગામે કિ.રૂ.૭૪,૨૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

ડભોઇ 77મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી બિલાલ મસ્જિદ હોલમાં ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

admin

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment