36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબ, છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબના અદ્યક્ષસ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ 546 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે. તથા સ્પેસીટીંગ થી કુલ 3,463 કેસો નીકાલ કરેલ છે. વધુમાં બેન્ક, એમ.જી.વી.સી.એલ તથા આર.ટી.ઓ. અને ઇ ચલણ એમ કુલ 1178 પ્રીલીટીગેશન કેસોનો નીકાલ કરવામાં આવેલ છે. એમ જણાવ્યું હતું.

રિપોર્ટ મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ભાયલીમા થયેલ દુષ્કર્મના આરોપીઓને જાહેરમાં ફાંસી થાય તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા

admin

ડભોઇ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા

admin

નવરાત્રી પર્વ ના શુભ દિવસે વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ વિસ્તારમાં એટીકેટી રેડીમેડ કપડાં ના શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

Leave a Comment