કોમી એકતા ના પ્રતીક અને ઐતિહાસિક હજરત બાલેપીર બાવાના 588 માં ઉર્સ શરીફ નિમિત્તે સંદલ શરીફ બાદ ઉર્સ મેળો ભરાયો હતો અને નિયાજ પ્રસાદીનો ખત્રી સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૈયદ બાવા હાજર રહ્યા હતા આ દરગાહ શરીફ ઉપર પ્રોગ્રામ થાય છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સધારુઓએ ફુલ ચાદર ચઢાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સૈયદ બાવા એ દુઆ કરી હતી. કે આ ઉર્સ શરીફમાં જે હિંદુ મુસ્લિમ ભાઈઓ બહેનો એ હાજરી આપે છે તેવું જ કોઈપણ જાતિનો તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારી હતી.

