Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાન સભામાં આવતા કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાનો નદીમાં વહી જતા મૃત્યુ પામેલ હોય જેઓને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પરિવારને સહાયરૂપે 4-4 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

admin

બોડેલીમાં નગરપાલિકા અને આરએમબીની સંયુક્ત કામગીરી, દબાણો દૂર કરાયા

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભંગોરિયાના મેળાનો રંગારંગ પ્રારંભ, આદિવાસી સંસ્કૃતિ ઝળહળી

admin

Leave a Comment