33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર સબજેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં જેલર ડી.કે.પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બંદીવાન કેદીઓએ પણ ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન ગણેશની આરાધના કરી હતી. 8 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન ગણેશને આજરોજ ભારે ભાવ અને નમ્ર આંખોથી વિદાય આપવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનિય છે કે સબજેલ કંપાઉન્ડમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હોય જેમાં રોજેરોજ ભગવાન ગણેશની આરતી પૂજા કરી ગણેશ આરાધના કરવામાં આવી હતી. જેલ સ્ટાફ દ્વારા અને બંદીવાન કેદીઓ દ્વારા ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગણેશ વિસર્જન નિમિતે જેલની અંદર કવાંટ તાલુકામાંથી ટીમલીની ટિમ પણ આવી હતી. અને સંગીત અને પારંપરિક ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણવામાં આવ્યો હતો. અને ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે જેલ સ્ટાફ અને જાહેર જનતા દ્વારા ભગવાન ગણેશની શોભાયાત્રા નગરના માર્ગો ઉપર ફરી હતી. અને ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ જ્યોતિકાબેન જોશી, જેલ સલાહકાર સમિતિ સભ્ય વૈશાલીબેન બારીયા તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં છોટાઉદેપુરના વિધાર્થીઓ જળક્યા.

admin

રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીએ છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

admin

Leave a Comment