36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ગીર સોમનાથ ના વેરાવળ પ્રાચીન ગરબીનુ અનેરુ મહત્વ…


—-અહી પ્રાચીન ગરબાને વિશેષ મહત્વ અપાય છે ..

—-વેરાવળ સમસ્ત ખારવાસમાજ દ્રારા આયોજન થાય છે .

—- દરરોજ અલગ અલગ સાસંકૃતિક,ધાર્મિક,સન્માન સહીતના કાયઁક્રમ યોજાય છે .

શક્તિ અને ભક્તિનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે.શારદીય નવરાત્રીના ગીર સોમનાથ ના વેરાવળ ખાતે મગરા ચોકમા નવલા નોરતાની રમઝટ શરૂ થઈ ગઈ છે.અહીં પ્રાચીન ગરબાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લાઇવ ઓર્કેસ્ટ્રા ના તાલે કલાકારોના સંગીતમય સુર સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે.તાલીમ બદ્ધ બાળાઓ દ્વારા સ્થાપિત ગરીબીની ફરતે ગરબા લઈ ને શક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

વેરાવળ ખાતે છેલ્લા 120 વર્ષોથી પ્રાચીન ગરીબીની પરંપરા આજેપણ જાળવી રાખવામાં આવી છે. ‘અહીં સર્વજ્ઞાતિ સમભાવ’ તમામ હિન્દુસમાજ માટે. વિનામુલ્ય પ્રવેશ આપવામા આવે છે . ઘણી ખરી જ્ઞાતિ અહીં વર્ષોથી વસવાટ કરે છે. આ ચોકમાં છેલ્લા 120 વર્ષો થી આસો નવરાત્રી દરમ્યાન માતાજીના રૂડા ગરબા લેવાય છે.નવ દિવસ સુધી બાળાઓ અહીં ગરબે ઘૂમે છે.પરંપરાગત પ્રાચીન ગરબી અહીં યોજવામાં આવે છે.નવરાત્રી અગાઉ 15 દિવસ પહેલા બાળાઓને સિનિયર બહેનો દ્વારા તાલીમ આપવામાં આવે છે.લય બદ્ધ શિસ્ત અને સંયમ સાથે અહીં મા ભગવતીની આરાધના કરવામાં આવે છે.

ગીર સોમનાથના વેરાવળમા ક્રિષ્ના ગરબી મંડળમા પ્રાચીન ગરબા આજે પણ જીવંત છે.અહીં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં આવી છે.દાયકાઓથી થાય છે અહીં ગરબા.ખાસ કરીને નાની બાળાઓ માટે તેમજ ત્યારબાદ તમામ ખેલૈયાઓ માટે રાસ ગરબા હરીફાઇ નું આયોજન કરવામાં આવે છે. શહેરમાં સર્વશ્રેષ્ઠ પ્રાચીન ગરબી જો કોઈ હોય તો તે આ ગરબી છે. અહીં પરંપરાગત રીતે ગરબી રમવામાં આવે છે.અને આજે પણ શિસ્ત બદ્ધ રીતે પ્રાચીન ગરીબીનું આયોજન થાય છે.તેનો શ્રેય આયોજકો પૂર્વ પાલીકા પ્રમુખ કિશોર કુહાડા તથા ખારવાસમાજ ના પટેલ જીતુભાઈ કુહાડાને આપે છે.વર્ષોથી તેઓ પોતે ગરીબીમાં રસ લઈને શારીરિક,આર્થિક અને માનસિક યોગદાન આપતા રહ્યા છે.અહીં ગરબી રમતી દરેક બાળાઓને સલામતીનો અહેસાસ થાય છે.સાથે પ્રાચીન ગરબી રમી માતાજીની ભક્તિ સાથે આનંદ પણ મળે છે.વર્તમાનમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ પ્રાચીન ગરબીને વિશેષ મહત્વ આપી રહી છે.જેથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઓળખ જળવાઈ રહે.

તેમજ આ ગરબીચોકમા દરરોજ અલગ અલગ ધાર્મીક, સાસંકૃતિક, શસ્ત્રપૂજન, વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન, વિજેતા ખેલૈયાઓ ના સન્માન, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, પત્રકારો સહીતનુ સન્માન કરી હોદાની ગરમી પણ જાળવામા આવે છે .

રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીર સોમનાથ

Related posts

Révéler les mécanismes du hasard pour exceller dans les sessions au GreatWin Casino

admin

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી નદી સફાઈ અભિયાનનો સાતમો દિવસ

admin

Delight in the Excitement of Blackjack Gamings for Enjoyable

admin

Leave a Comment