27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોતલાલા

ગીર સોમનાથમાં ઇકો સેન્સેટીવ ઝોનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો

તાલાલા ખાતે વિશાળ સંખ્યા મા મહીલા ઓ સાથે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા વિશાળ રેલી યોજી મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું.ગીર મા થી ખેડૂતો ને ખદેડી હોટેલ ઊધ્યોગો.રીસોર્ટો માટે લાલ ઝાઝમ પાથરનાર સરકાર ને પરીણામ ભોગવવા તૈયાર રહેવા જણાવાયૂ…

હાલમાં જ ઇકો સેન્સટીવ ઝોન નો ગેજેટ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવાના આવ્યો છે. જેમાં સૌરાસ્ટ્ર નાં ચાર જિલ્લા ના આશરે 190 થી વધુ ગામો ને આવરી લેવામાં આવ્યા છે. જેને લય ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો માં ભારે રોષ ભભૂક્યો છે. અને થોડા દિવસો થી ગીર વિસ્તાર માંથી વિરોધ નો સુર ઉઠ્યો છે ત્યારે
ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા મેંગો માર્કેટ ખાતે કિસાન સંઘ ના નેજા હેઠળ તાલાલા ના 24 ગામો ના સરપંચો અને ખેડૂતો મહીલા ઓ મોટી સંખ્યમાં એકઠા થયા હતા.
માર્કેટિંગ યાર્ડ ખાતે થી હજારો નિં સંખ્યમાં ખેડૂતો એ પગપાળા ચાલી રેલી યોજી હતી.અને સરકાર અને ઈકોઝોન વીરૂધ્ધ આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને બાદ તાલાલા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ઇકો ઝોન મે સંપૂર્ણ નાબૂદ કરવા માંગ કરી છે..

સાથે જ ખેડૂતો અને કિસાન સંઘે ચીમકી પણ ઉચ્ચારી છે કે માંગ નહિ સંતોષાય તો આગામી દિવસો માં ઊગ્ર આંદોલન છેડીશૂ. પણ ઇકો ઝોન ને નાબૂદ કરી ને જ જંપીશું.

રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીર સોમનાથ

Related posts

ઉના તાલુકાના સીમર ગામે શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ

admin

તાલાળા પંથકમાં મેઘરાજની મહેર હિરણ નદીમાં ઘોડાપૂર

admin

વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન બદલ કાર્યવાહી

admin

Leave a Comment