32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોવેરાવળ

વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન બદલ કાર્યવાહી

ઉનામાં ૦૩ ચકરડીઓ તેમજ ૦૧ જનરેટર મશીન સીઝ

વેરાવળમાંથી ૦૪ વાહનની અટકાયત કરી રૂ. ૩.૩૨ લાખનો દંડની વસૂલાત થઈ

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામે તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ઉનાના વાવરડા ખાતેથી સ્થળ પરથી ૦૩(ત્રણ) ચકરડીઓ તેમજ ૦૧(એક) જનરેટર મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં.

આ તપાસ દરમિયાન વાવરડા ખાતે સ્થળ પર જોવા મળેલા ગેરકાયદેસર બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજનુ ખનન/ખોદકામની સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી છે તેમજ ૦૧(એક) ટ્રેક્ટર/ટ્રોલી જેમા આશરે ૦૪.૦૦ મેટ્રિક ટન બિન અધિકૃત લાઈમસ્ટોન ખનીજ ભર્યું હોવાનું જણાતાં સ્થળ પર જ રૂ. ૪૫,૬૧૬/-ના દંડની ભરપાઇ કરાવવામાં આવી હતી.

આમ, બિન અધિકૃત રીતે ખનન સબબ અટકાયત કરી નિયમો અનુસાર દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં, આ અગાઉ ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકાના વિસ્તારમાંથી કુલ બિન અધિકૃત રીતે વહન કરતાં ૦૪ વાહનની અટકાયત કરી નિયમો અનુસાર રૂ. ૩.૩૨ લાખ જેટલી દંડની વસુલાત હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ભાલીયા માધુ

Related posts

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

admin

લોકો ના ઘરોમાં અઠવાડીયા થી પાણી નિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ

admin

જમ્મુ કાશ્મીર પહેલગામ હુમલાબાદ ભારત પાકિસ્તાન યુદ્ધન થયું હતું જેનુ નામ ઓપરેશન સિંદુર આપવામાં આવ્યું

admin

Leave a Comment