ડભોઈ વિધાનસભા માં આવતા વિવિધ ગામો માં સુવિધા પથ યોજના 2024 -25 અંતર્ગત રોડ રસ્તા ના કામકાજ અર્થે 2.44 કરોડ ના કામો ને મંજૂરી મળતા ટુક સમય માં રસ્તા ના કામ શરૂ કરવામાં આવશે.ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ના પ્રયાસ થી ડભોઈ શહેર તેમજ તમામ વિધાનસભા વિસ્તાર માં વિકાસ કાર્યો તેમજ રોડ રસ્તા ની કામગીરી ઝડપી થઈ રહી છે.ત્યારે સુવિધા પથ હેઠળ આવતા ડભોઇ તાલુકા ના છત્રાલ ડાંગીકુવા રોડ માટે અંદાજીત 52 લાખ ,ડભોઈ વઢવાણા રોડ માટે અંદાજીત 52 લાખ,ચાણોદ ભીમપુર રોડ માટે અંદાજીત 70 લાખ જ્યારે વડોદરા તાલુકા ના મેધાકુઈ સલાડ રોડ માટે અંદાજીત 70 લાખ રૂપિયા ના રોડ રસ્તા ના કામો ને મંજૂરી મળતા ટૂંક સમય માં તમામ વિસ્તાર ના કામો શરૂ થશે જેનો સીધો લાભ વિસ્તાર ના નાગરિકો ને મળશે.ડભોઈ વિધાનસભા વિવિધ રસ્તા ના કામો મંજુર થતા ધારાસભ્ય શૈલેષ મહેતા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ડભોઈ વિધાનસભા માં આગમી દિવસો માં પણ વિકાસ કાર્યો અવિરત ચાલુ રહેશે અને જેનો સીધો લાભ વિધાનસભા માં આવતા છેવાડા ના ગામો ને પણ મળશે તેમ ધારાસભ્ય એ જણાવ્યું હતું.

