41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર દિવસોમાં વડોદરાની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું છે. શહેરભરમાં સાફ-સફાઈ, રોડ રસ્તાના સમારકામ તેમજ રોશની શહેરને ઝગમગતું કરવાની કામગીરી ચાલી રહી છે. દિવાળી પહેલા જ વડાપ્રધાનના આગમનના પગલે શહેરભરમાં દિવાળી જેવો માહોલ સર્જાશે.

વડોદરા શહેરમાં આગામી 28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવનાર છે. વડોદરામાં ટાટા એરબસમાં ઉત્પાદનનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે હાજરી આપશે. આર્મીમાં ઉપયોગમાં લેવાતા એરબસનું વડોદરામાં ઉત્પાદન થશે. જેના માટે હરણી રોડ પર ટાટા એ પ્લાન્ટ તૈયાર કર્યો છે.
બીજી તરફ વડાપ્રધાનના આગમનના પગલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સહિતનું તંત્ર દોડતું થયું છે. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં લાગી ગયું છે. શહેરમાં રોડ રસ્તા પર પેજ વર્ક કરી મરમતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ શહેરમાં સાફ-સફાઈ તેમજ શહેરભરને રોશનીથી જગમગતું કરવામાં પણ પાલિકા તંત્ર તૈયારીમાં જોતરાઈ ગયું છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રાજમહેલમાં પધારે તે પહેલા રાજમહેલ ના પ્રવેશ દ્વાર ઉપર ઉગેલા ઝાડી પણ ઝાખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Related posts

વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા ગરીબ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું..

admin

વડોદરામાં સર્વ પ્રથમ વાર પુષ્પ વેદા દ્રારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

admin

ડભોઇ પોલીસની સરાહનીય કામગીરી માર્ગ સલામતી માસ 2026′ અંતર્ગત 300 વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાડી આપ્યા

admin

Leave a Comment