Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાઓની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતા લાવવા માટે સેમિનારનું આયોજન

બ્રિટિશ હાઈ કમિશન અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાઓની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતા લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્ટરનેટ અને સોસીયલ મીડિયાના માધ્યમથી થઈ રહેલા સાયબર ક્રાઈમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે જાગૃતા..ત્યારે પ્રત્યેક વ્યક્તિને સાયબર ક્રાઈમ અને તેનાથી બચવા વિશેની વિસ્તૃત જાણકારી પ્રદાન કરવા બ્રિટીશ હાઈ કમિશન, ન્યુ દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા સાયબર સિક્યોરીટી પાર્ટનરશીપ અંગે MOU કરવામાં આવેલ છે,જે અંતર્ગત ગુજરાતના વિવિધ 12 જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ અને સિક્યોરિટી વિશે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જાગૃતા લાવવા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આજના ડિજીટલ યુગમાં ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે સાયબર ક્રાઇમનો ખતરો પણ સતત વધતો જાય છે. દુનિયા ભરમાં દરેક ટેકનોલોજી ઈન્ટરનેટથી સંકળાયેલી છે. અને પોતાના રોજિંદા કાર્યોમાં ઇન્ટરનેટ અને ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરે છે. જોકે આ સવલતો સાથે સાયબર અપરાધીઓ માટે નવા રસ્તાઓ પણ ખુલી રહ્યા છે. ઓનલાઇન છેતરપિંડીના અનેક પ્રકારો જેવા કે ફાઇનાન્શીયલ ફ્રોડ, સોશિયલ મિડીયા ફ્રોડ, ડેટા લીક ફ્રોડ ઝડપથી વધી રહ્યા છે. આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે, જાહેર જાગૃતિ અને શિક્ષણને પ્રાધાન્ય આપવું અનિવાર્ય બની ગયુ છે. ત્યારે સાયબર ફ્રોડ અંગેના જનજાગૃતિ લાવવા માટે બ્રિટિશ હાઈ કમિશનની એક ટિમ સાથે છોટાઉદેપુર જિલ્લા સાયબર સેલ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરાયેલ આયોજન અંતર્ગત છોટાઉદેપુર નગરની સનરાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને એસ.એફ.હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઈમ અને અવેરનેસ વિશે ઓડિયો ઇઝ્યુઅલ ના માધ્યમ સહિત બ્રિટિશ હાઈકમિશન, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સાયબર નિષ્ણાંત તેમજ સાયબર સેલના પીઆઈ વનરાજ કામલિયા દ્વારા વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

છોટાઉદેપુર સબ જેલમાં મેડીકલ કેમ્પ તથા CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

admin

સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન

admin

Leave a Comment