36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખુલ્લી ગટરમાં ખાબકેલ યુવકનો હેમખેમ બચાવ

વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ખુલ્લી કાંસો અને ગટરના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે ગતરોજ રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના ભૂતડીઝાંપા – કારેલીબાગ મુખ્યમાર્ગ પર આવેલ હાથીખાના દરવાજાની સામે ઘટી છે. જો કે હાજર લોકોએ તુરત યુવકને બહાર ખેંચતા તેનો બચાવ થયો હતો. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તારનો નીચાણવાળો ભાગ હોવાથી વરસાદ વરસતા 2 ફૂટ જેટલા પાણી માર્ગ પર ફરી વળતા આ સ્થળે પાણીના ત્વરિત નિકાલ માટે આ ઢાંકણા ખોલવામાં આવતા હોય છે.

Related posts

વાઘોડિયાની ડો. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ‘અમૃત મહોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ

admin

શહેર એસ ઓ જીએ મોડી રાત્રે નવાબવાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી

admin

સન ફાર્મા રોડ થાર અકસ્માત મામલે ડીસીપીનું નિવેદન, યુવતી ચાલકની ધરપકડ

admin

Leave a Comment