Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

141-શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.6મા મંગલેશ્વર ઝાંપા થી ચાંપાનેર ચારરસ્તાસુધીના રી -સરફેસીગ ની કામગીરી સાથે જ ગટરના એક્સ્ટેન્શન્સ સહિતની કામગીરીનું રૂ.330.53લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સંગમ ચારરસ્તા થી મંગલેશ્વર ઝાંપા સુધીના રોડની કામગીરીનું રૂ. 305.26લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીથી ટ્રાફિક સમસ્યા નિવારણમાં મદદ મળશે સાથે જ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત તેઓના ઇધણની પણ બચત થશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ,સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર હેમીષાબેન ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત

admin

શ્રીજી સોસાયટીના રહીશોએ કોર્પોરેટરને કહ્યું, સરવે નથી થયો અને સહાય પણ નથી મળી

admin

G.S.R.T.C.ની બસે 8 વર્ષના માસૂમને કચડી નાખતા CCTV ફૂટેજ આવ્યા સામે

admin

Leave a Comment