43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

પંચાયત માર્ગ મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં ચાર જેટલી નોટિસો આપવા છતાંય કોન્ટ્રાક્ટર દ્રારા કામગીરી ન શરૂ કરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે અઢી કરોડના ખર્ચે સ્લેપડ્રેઇનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા 9 માર્ચ થી બંધ કરીને જતા રહેતા પંચાયત માર્ગ મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં ચાર જેટલી નોટિસો આપવા છતાંય કામગીરી ના શરૂ કરતાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા લોકો પણ વર્ષો થી પુલ બનવાની રાહ જોઈએ બેસી રહેવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાનાનસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે અશ્વિન નદી ઉપર દેડકીઆમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબડ્રેઇન અને રોડ મંજુર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરાતા સરકાર દ્વારા અઢી કરોડનાં ખર્ચ સ્લેબડ્રેઇન મંજૂર કર્યો હતો. અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રકિયા બાદ એજન્સીને કામનો ઈજારો આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામની ગુણવતા નાં જાળવતા અને મેજેરમેન્ટ મુજબ સ્ટીલ સ્લેબડ્રેઇનની ડિજાઇન મુજબ નાખવામાં આવતું ના હતું. જયારે 20 એમ એમની કપચી વાપરવામાં આવતી ના હતી. જેવી અનેક ગંભીર ફરિયાદો ઉઠી હતી. જેને લઇ પંચાયત માર્ગ મકાન વિભાગના દ્વારા કામગીરી સુધારવા અને કામની ગુણવત્તા જાળવવા એજન્સીને નોટિસ પણ પાઠવી હતી. હાલ તે એજન્સી રફુચક્કર થઈ ગઈ છે. એજન્સીએ સ્લેબડ્રેઇનનાં પિલરો બનાવી અર્ધી કામગીરી છોડી માર્ચ માસથી કામગીરી બંધ કરી દીધી છે. જેને લઇ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને 4 જેટલી નોટિસો પાઠવી છે. છતાંય હજુ સુધી કોન્ટ્રાકટરનું પેટનું પાણી પણ હલ્યું નથી. અને નોટીસોને કોન્ટ્રાકટર ધોળીને પી ગયા હોય તે રીતના કામગીરી શરૂ કરાવતા નથી. જયારે આ કામની મુદ્દત 12 માસની હતી જે મુદ્દત પુન થઈ ગઈ છે. અને તેને પણ બે માસનો સમય વિતી ગયો છે. જયારે હાલ તો અધિકારીઓ પણ નોટિસો આપી સંતોષ માની રહ્યા છે. જયારે નસવાડી તાલુકામાં આવા અર્ધા કામો છોડી એજન્સીઓ રફુ ચક્કર થઈ જવાની અનેક ઘટનાઓ બની છે. છતાંય અધિકારીઓ કોઈ કડક પગલાં ભર્યા નથી. હાલ તો સરકારનાં કરોડો રૂપિયા વ્યર્થ બન્યા છે. સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ એજન્સીઓ અર્ધા કામો છોડી જતી રહે છે. જેના કારણે વિકાસને પણ દાગ લાગે છે. અને લોકોને દુઃખ ભોગવવાનો વારો આવતો હોય છે. આ બાબતે ગાંધીનગરનાં અધિકારીઓ અને સરકારનાં મંત્રીઓ ધ્યાન આપી આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

admin

છોટાઉદેપુર ફતેપુરા ફોરેસ્ટ નર્સરી ખાતે નાયબ વન સંરક્ષકની બદલી થતાં અને મદદનીશ વન સંરક્ષક વય નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment