જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સેંગપુર સરીપાણી છકતર ઉમરવાને સિંચાઈનું પાણી મળે તે માટે ચાર વર્ષમાં એક કરોડ રૂપિયાનો કરવા છતાંય એકપણ ટીપું પાણી કેનાલમાં ના આવ્યું, સિંચાઈ વિભાગના ઈજનેરો કરેલી કામગીરી ની તપાસ થવી જોઈએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ ની માલિકી નું નસવાડી તાલુકાનું ધનિયા ઉમરવા તળાવ આવેલું છે. બે વર્ષ થી આ તળાવ છલોછલ ભરાઈ જાય છે. જયારે નસવાડી ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી ગતવર્ષે તળાવ ઉપર આવેલ કુવાનું રીનોવેશન તેમજ અન્ય કામગીરી 25 લાખના ખર્ચે કરવામાં આવી હતી. જયારે ચાર વર્ષ માં એક કરોડ થી વધુ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. સરકારે ખેડૂતોના હિત માટે એક કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી કામગીરી બતાવવામાં આવી પરંતુ કેનાલો માં પાણી ના આવ્યું જયારે આ વિસ્તારો માં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી. જયારે બોર ના પાણી થી ખેડૂતો ખેતી કરે છે. પરંતુ પથ્થર વાળી જમીન હોવાથી પાણી ની જરૂરિયાત વધારે રહે છે. જયારે આ ત્રણ ગામોના ખેડૂતો ના જણાવ્યા મુજબ હાલ ખેતી માં સિંચાઈ ના પાણી ની ભારે જરૂરિયાત છે. અને આટલો મોટો ખર્ચ કેનાલ રીપેરીંગ અને કુવા રીપેરીંગ નો કરવામાં આવ્યો છે. ત્યારે ઉભા મોલ ને પાણી ન અત્યંત જરૂરિયાત ના સમયે સિંચાઈ વિભાગ ના અધિકારીઓ આ વર્ષે પાણી મળશે. તેવું વચન આપ્યું હતું. પરંતુ પાણી ના આવ્યું. જયારે વર્ષો થી કેનાલ બની ત્યાર થી આજદિન સુધી પાણી આવ્યું નથી. ખેડૂતોએ તેઓની જમીનો કેનાલ બનાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા લેવમાં આવી હતી. પરંતુ સિંચાઈ વિભાગે વળતર પણ આપ્યું નથી.ખેડૂતો વળતર મેળવવા માટે વર્ષ 1985 કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની કચેરીના ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સરકાર આદિવાસી વિસ્તારના ખેડૂતોની સધ્ધરતા વધે તે માટે વિવિધ યોજનાઓ માં સરકાર ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ અધીકારીઓ અને ઇજનરો ના વાંકે સરકાર ના ખર્ચેલા નાણાં વ્યર્થ સાબિત થાય છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ કેનાલો માં પાણી આવતું નથી. જયારે આ વિસ્તારો નર્મદા મેઈન કેનાલ ના ઉપરવાસ નો વિસ્તાર છે. માટે નર્મદાનું કેનાલ નું પાણી પણ આ વિસ્તારના ખેડૂતોને મળતું નથી. જેના લીધે ખેડૂતો ચોમાસા ની ઋતુની ખેતી ઉપર નભવું પડે છે. આદિવાસી વિસ્તારમાં જમીનો ઓછી છે. અને પરિવારો મોટા છે. તેવા સમયે વર્ષ માં બે પાક ખેડૂતો પકવે તો તેઓની સધ્ધરતા જળવાઈ રહે તેમ છે. પરંતુ સિંચાઈ ના પાણી વગર ખેતી કરવી ભારે કઠીન છે. હાલ તો આ ત્રણ ગામ ના ખેડૂતો કેનાલ માં પાણી ની માંગ કરી રહ્યા છે. સરકાર ના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને ખેડૂતો ને પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

