31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ વગર વરસાદે વધુ એક ભૂવો, બાપોદ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ

ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે અને શિયાળો શરૂ થઈ ગયો છે તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ જ છે. શહેરના બપોદ વિસ્તારમાં પડેલા ભુવામાં રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી. જેના કારણે રોડ સાંકડો થઈ જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. શહેરના બાપોદ જકાતનાકા પાસે રોડ પર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું. એ પછી તેનુ યોગ્ય રીતે પુરાણ કરાયું ન હતુ. જેના કારણે તે રોડનો એક તરફનો ભાગ ઉબડ ખાબડ છે. હજૂ તો રસ્તાનુ યોગ્ય રીતે લેવલિંગ કરાયું નથી ત્યાં તો તે રોડ પર રસ્તાની વચ્ચોવચ ભુવો પડયો હતો. એવામાં તે રોડ પરથી રેતી ભરીને જતી એક ટ્રકનુ પાછળનુ ટાયર ભુવામાં ખાબક્યું હતું અને ટ્રક ફસાઈ ગઈ હતી. વગર વરસાદે પડેલો આ ભુવો સ્થાનિકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.

Related posts

નેશ ફોગાટે ગોલ્ડ મેડલ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો

admin

વડોદરાના છાણીમાં તસ્કર એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન બન્યો જેના ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

admin

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા ​

admin

Leave a Comment