વડોદરા : છાણી વિસ્તારમાંથી તસ્કરો એમ્બ્યુલન્સની ચોરી કરી પલાયન થયા હતા.આ ઘટના 20 એપ્રિલના રોજ બની હતી.ડ્રાઈવર પાણી પીવા નીચે ઉતર્યો અને તસ્કર એમ્બ્યુલન્સ લઈ ફરાર થયો હતો.સમગ્ર ઘટનાની ફરિયાદ છાણી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.જ્યારે પોલીસે CCTV તપાસતા તસ્કર વડોદરાથી ભરૂચ તરફ જતો દેખાયો.ભરૂચ ટોલQ પ્લાઝા ઉપરથી તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ઝડપી લેવાયો હતો.આ સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા હતા.હાલ તો છાણી પોલીસ દ્વારા તસ્કરને પકડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

