આમ આદમી પાર્ટી દ્વારા AAPના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ની ઉપસ્થિતિમાં વડોદરામાં આમ આદમી પાર્ટીનું ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું.
વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા AAPના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઉપસ્થિતિમાં ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દૂર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા શ્રી સાગર રબારી, રાજુ સોલંકી, પૂર્વ ઝોન પ્રભારી તથા વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં અરવિંદ કેજરીવાલ સહિત તમામ ઉચ્ચ નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે હરણી બોટ કાંડનો મુદ્દો, ભાજપના પાંચ ધારાસભ્યોએ પોતાના વિસ્તારના કામ ન થતાં હોવા બાબતે મુખ્યમંત્રીને લખેલા પત્રનો ઉલ્લેખ સહિત રાજ્યની વિવિધ સમસ્યાઓ પર પ્રહાર કર્યો હતો.આગામી તમામ ચૂંટણીમાં મજબૂતી સાથે લડવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જોસ ભરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે કાર્યકર્તાઓને સંકલ્પ અને શપથ અપાવવામાં આવ્યા બાદ રાષ્ટ્રગાન સાથે સંમેલનનો સમાપન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલની બાજુમાં, કૈલાશ પાર્ટી પ્લોટની સામે, આજવા રોડ, વડોદરા ખાતે યોજાયો હતો. સંમેલનમાં ઇસ્ટ ઝોનમાંથી હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

