40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં યોજાઈ હતી. આદિવાસી સમાજ દ્વારા આ ચિંતન શિબિર યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા,બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા,દિનેશભાઈ રાઠવા,ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણની ગુણવતાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક દુષણો દુર કરવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની મંડળ રચના માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવા બાબતે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી કલેકટરને આવેદન પત્ર

admin

“બેટી બચાવો બેટી પઢાવો યોજના” પાવી જેતપુર પાવી ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન

admin

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ટ્રકો અને 12 ટ્રેક્ટરોને ઝડપી પાડયા

admin

Leave a Comment