આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચકી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઇ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબુર થઇ રહ્યા છે, દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે.
આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્લીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વિજળી, પાણી, વગેરે જેવી પાયાની જરૂરીયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્લીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહીને 2100 રૂપિયા પણ આપવામાં આવશે.ત્યારે દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરીકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

