36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી ખાતે આવેલી રેવા જીનમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ

નસવાડી ખાતે આવેલી રેવા જીનમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફક્ત નસવાડી ખાતે કપાસ ની ખરીદી બંધ કરવાના નિર્ણય સામે ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે.

નસવાડી ખાતે આવેલી રેવાજીન માં 210 ગામ ના ખેડૂતો સી.સી.આઈમાં કપાસ વેચવા માટે આવતા હતા. હરરોજ 400 થી 500 કવિન્ટલ ની આવક થતી હતી. અને અચાનક સી સી આઈ ના અધિકારીઓ રેવા જીન માં કપાસ ની ખરીદી બંધ કરી છે. અને નોટિસ બોર્ડ ઉપર નોટિસ માં લખ્યું છે. કે અમદાવાદની વડી કચેરી ની સૂચના મળે ત્યારબાદ કપાસ ની ખરીદી કરવામાં આવશે. જ્યારે સી સી આઈ ના અધિકારીઓ ના આ મનસ્વી નિર્ણય લેતા ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા તાલુકામાં સીસીઆઈ દ્વારા કપાસ ની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે નસવાડી ખાતે કપાસ ની ખરીદી સીસીઆઈ કેમ બંધ કરી તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે નસવાડી ખાતે કપાસની જીન માં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા કપાસની જીન માં કામ કરતા 20 થી 25 મજૂરી બેકાર બનશે. અને નસવાડી તાલુકાના ખેડૂતો ને કપાસ વેચવા માટે બીજા તાલુકામાં જવું પડશે ત્યારે અધિકારીઓએ નસવાડી ખાતે કપાસ ની ખરીદી શરૂ કરવા માટે વહેલી તકે નિર્યણ નહિ લે તો ખેડૂતો એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સીસીઆઈ દ્વારા નસવાડી તાલુકાના ખેડૂતો ને અન્યાય કરશે તો આગામી દિવસો માં ખેડૂતો એ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને ખેડૂતો ના જણાવ્યા મુજબ સીસી આઈ ના અધિકારીઓ નસવાડી ના ખાનગી વેપારીઓ સાથે મિત્રતા કેળવી ને ખેડૂતો ખાનગી વેપરીઓને કપાસ વેચવા મજબૂર બને તેવી પરિસ્થિતિ નું નિર્માણ કરી રહ્યા છે ખેડૂતો એક તરફ આ વર્ષે કપાસ ના ભાવ ઓછા મળતા દેવાદાર બન્યા છે સીસી આઈ અને ખાનગી વેપારીઓ વચ્ચે કપાસ ના ભાવ નો ક્વિન્ટલ 300 રૂપિયાનો તફાવત છે જેનાથી ખેડૂતો ને ખાનગી બજાર માં કપાસ વેચે તો ભારે નુકશાન થાય તેમ છે અધિકારી ઓના આવા નિર્ણય થી વડાપ્રધાન ને લેખિત માં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે સાંસદ ધારાસભ્ય નસવાડી ખાતે સી સી આઈ ના અધિકારીઓ ને રજૂઆત કરીને કપાસ ની ખરીદી શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સદસ્યો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

admin

છોટાઉદેપુરમાં SOGની મોટી કાર્યવાહી: ખેતરમાંથી રૂ.62 લાખથી વધુ કિંમતનો લીલો ગાંજો ઝડપાયો

admin

Leave a Comment