27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની છોટાઉદેપુર કચેરીનો કાર્યક્ષેત્ર ખુબજ વિશાળ છે,અને જ્યારે જ્યારે કોઈ ટેક્નિકલ ખામી સર્જાય ત્યારે તેની કમ્પ્લેન કર્યા બાદ એક એક સપ્તાહ સુધી તેનું મેન્ટેન્સ ન થઈ શકવાને લઈ વીજપુરવઠો ખોરવાયેલો રહેતો. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો..MGVCL કચેરીના નાયબ ઈજનેર રચનાબેન મિસ્ત્રી એ માહિતી આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગર સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇન મેન્ટેનન્સ માટે અત્યાર સુધી છોટાઉદેપુર કચેરી પાસે સીડી વાળી એકમાત્ર મોબાઈલ વેન માત્ર 12 કલાક પૂરતી જ ઉપલબ્ધ હતી ,જેને લઈ છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોની વીજ ફોલ્ટ કમ્પ્લેન ના લાંબા લિસ્ટ ના નિરાકરણ માટે લાંબો સમય લાગતો હતો, પરંતુ MGVCL છોટાઉદેપુર કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં નાગરિકોને હવે મેન્ટેનન્સ માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે,કારણકે હવે ત્રણ ટેક્નિકલ સ્ટાફ સાથે સીડી વાળી એક નવી વેન 24×7 સમય માટે ગ્રાહકો માટે ફાળવવામાં આવી છે. We bring miles of smiles with trusted and caring solution સૂત્ર સાથે FRT એટલેકે ફોલ્ટ રેકટિફિકેશન ટિમ ના નામથી આ મેન્ટેનન્સ વેન ની શરૂઆત કરવામાં આવી છે,સાથે જૂની વેન જે 12 કલાક પૂરતી સેવામાં હતી તેને પણ 24×7 કરવામાં આવી છે,સાથે ગ્રાહકોને ઓન લાઇન ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબરમાં પણ એક નંબરનો વધારો કરાયો છે,વીજ ગ્રાહકો 1800 233 2670 ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકશે..

Related posts

છોટાઉદેપુર નગર પાલિકામાં ભાજપની બહુમતી અપક્ષોના ટેકાથી ભાજપ બોર્ડ બનાવવા કટિબદ્ધ

admin

છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઇ.

admin

ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલાં નસવાડીમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

admin

Leave a Comment