35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અને હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આપેલા આવેદનપત્રમાં જણાવેલ છે, કે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા તમામ સદસ્યઓએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું, કે છોટાઉદેપુર નગરજનો વતી આવેદન આપીને જણાવીએ છીએ કે પહેલ ગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ યાત્રીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છે. સાથે સાથે આપના માધ્યમથી કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે આ જધન્ય કૃત્યમાં સામેલ આતંકવાદીઓ સામે સખત માં સખત પગલાં ભરવા જોઈએ. કેન્દ્ર સરકાર આતંકવાદી ઓ સામે જે પણ પ્રકારના સખત પગલાં ભરસે એમાં છોટાઉદેપુર ના નગર જનો કેન્દ્ર સરકાર ની સાથે છે. એમ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પાવી જેતપુર ખાતે મુક બધીર દિવ્યાંગ અને નોર્મલ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો

admin

છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે એપીએમસીમાં વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને બ્રિજ બનાવવા માટે રજૂઆત

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 80 કરોડ થી વધુ ના ખર્ચે કુપ્પાં પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી

admin

Leave a Comment