30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ

જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે બોડેલી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૪૦૦૧૨૪૧૧૫૯-૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫-ઇ, ૯૮(૨), ૮૧.૮૩ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી કીનીયાભાઇ કાજલાભાઇ રાઠવા રહે-લુણી ઉચવાસ ફળીયુ તા.જી-છોટાઉદેપુરનાઓ હાલ સિંગલા ગામ જતા બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે હકીકત મળેલ જે આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા ઉપર મુજબ જાણાવેલ જેથી ઇસમને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આધાર કાર્ડ અપડેટ તથા રેશનકાર્ડનું KYC કરાવવા જાહેર જનતાને પડતી મુશ્કેલી બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાવી દ્રારા મામલતદારશ્રીને આવેદન પત્ર

admin

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં નવાગામાં પ્રાથમિક શાળામાં સાપ ઘૂસી આવતા ભારે અફરા તફરી

admin

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા

admin

Leave a Comment