36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેરમાં ઠેરઠેર લોકો તો તાપણી કરતાં જોવા મળ્યા

ડભોઇ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફ વર્ષના કારણે ઠંડીએ વધુ દૂર પકડું છે ડભોઇ શહેરમાં ઠેરઠેર લોકો તો તાપણી કરતાં જોવા મળે છે ડભોઇ શહેરમાં ઠેર ઠેર તાપના કરવામાં આવેી ડભોઇ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડી ને રોકી શકે તે માટે ઠેર ઠેર આગ સળગાવી તાપના કરતા નજરે પડે છેહજુ આગામી 48 કલાક સુધી ઠંડી શહેરીજનોને ધ્રુજાવશે ઠંડા પવનની તીવ્રતા વધતાં પારો 10 ડિગ્રી થયો,કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુતમ અને મહત્તમ તાપમાન પણ ઘટયુંઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં જ શહેરમાં સિઝનમાં પહેલી વખત પારો 10 ડિગ્રી નોંધાયો છે, જેના કારણે શહેર ઠંડુગાર થઈ ગયું છે. હજુ 48 કલાક સુધી કડકડતી ઠંડીનો અનુભવ થશે.હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે, પરંતુ આગામી 48 કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે, ઉત્તર ભારતમાં જે હીમવર્ષા થઈ રહી છે, તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ડભોઇ શહેર અને તાલુકામાં સહિત રાજ્યનું લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે. હવે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવવાની શક્યતા છે, જેથી ફરી એક વખત તાપમાનમાં વધારો થશે.હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં બુધવાર મહત્તમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 64 ટકા અને સાંજે 31 ટકા નોંધાયું હતું. 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. ઉલ્લેખનીય છે કે,ઠંડીનો પારો 11ડિગ્રી થયા બાદ માં બુધવારે પારો 1 ડિગ્રી ઘટી 10 ડિગ્રી થતાં લોકો ઠૂઠવાયા હતા.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ દ્રારા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 હસ્તકના પોલીસ સ્ટેશનનો દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ

admin

સાવલી તાલુકાના મેવલી ગામે જનજાગૃતિ માટે NSS કેમ્પનું આયોજન

admin

Leave a Comment