Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા લાભાર્થીઓ માટે ખાસ ચળવળ શરૂ થઈ

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે હાથ થનાર છે તો તાત્કાલિક લાભાર્થીઓએ તલાટી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક કરવા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે
મનસુખ વસાવા સંસદસભ્ય, ભરૂચ લોકસભા મત વિસ્તારની અધ્યક્ષતામાં દિશા કમીટીની બેઠક જિલ્લા પંચાયત નર્મદા ખાતે યોજાયેલ છે. જેમાં મળેલ સુચના મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ ડેડીયાપાડા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી દિવસોમાં નવા આવાસોનું સર્વે થનાર હોય. ૪૬ જેટલી સર્વે ટીમો તમામ ગ્રામ પંચાયતોમાં આવનાર હોય. તમામ દેડીયાપાડા તાલુકાના લાભાર્થીઓએ જોબકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક પાસબુકની નકલ, અધ્યતન ઘર વેરા પાવતી, કાચા ઘરનો ફોટો વગેરે દસ્તાવેજો તૈયાર રાખવા તાલુકા પંચાયત વહીવટી તંત્ર ડેડીયાપાડા તરફથી વિનંતી છે અને ડેડીયાપાડા તાલુકાના તમામ નાગરીકોને જણાવવાનું કે, કોઇ પણ વિધવા, નિરાધાર, ઘર વિહોણા નાગરીકો માટે ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટ આપવાની યોજના અમલમાં છે, જેથી જરૂરીયાતમંદ લોકોએ આ અંગેની અરજી તાલુકા પંચાયત કચેરી, ડેડીયાપાડા ખાતે આપી જવા વિનંતી કરવામાં આવી છે


રિપોર્ટર :- સુનિલ વર્મા ડેડીયાપાડા ( જિલ્લો નર્મદા )

Related posts

ડેડીયાપાડા તાલુકામાં ટ્રાફિક માર્ગ સલામતી મહિના” અંતર્ગત લાયસન્સ કઢાવવા સેમીનાર યોજતી નર્મદા પોલીસ

admin

“એક પેડ મા કે નામ” કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમક રીતે તંત્રની પોલ ખોલી

admin

ડેડીયાપાડા સાગબારા ની જનતાને યાલ પાસે નું ડાયવર્ઝન તૂટી જતા જિલ્લામાં મુખ્ય મથકે જવા માટે 25 km નો ફેરાવો

admin

Leave a Comment