32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

ડેડીયાપાડા તાલુકામાં ટ્રાફિક માર્ગ સલામતી મહિના” અંતર્ગત લાયસન્સ કઢાવવા સેમીનાર યોજતી નર્મદા પોલીસ

નર્મદા પોલીસ નો ઉમદાા હેતુ એ છે કે માર્ગ અકસ્માતમાં લાયસન્સ વગર અવસાન પામનાર ને કોઈ લાભ મળતા નથી જેથી તમામ લોકો લાયસન્સ ધારક બને તેવી ઈચ્છા છે

   નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા ડેડીયાપાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વસતા નગરજનો જેમાં નર્મદા, તાપી, સુરત, અને ભરૂચ જીલ્લાના ગ્રામજનોને જણાવવાનુ કે, નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે  દ્વારા હાલમાં ચાલી રહેલ “ટ્રાફિક માર્ગ સલામતી મહિના" અંતર્ગત વાહન ચલાવવાની કુશળતા ધરાવનારને ડ્રાઇવીંગ લાયસન્સ ઝડપથી મળી રહે તેવા હેતુથી RTOના અધિકારીઓ સાથે સંકલન કરી  સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ નિવાલ્દાના મેદાનમાં, તા.ડેડીયાપાડા, (મિશન ત્રણ રસ્તા)  સ્થળે અનેતારીખ 14 ફેબ્રુઆરી 2024 સવારે 8 વાગ્યે પહોંચી આ સમયે નવું લાયસન્સ કઢાવવાના સેમીનારનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માંગતા ઉમેદવારોઓએ નીચે જણાવેલ સ્થળે ડોક્યુમેન્ટસ સાથે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ઉમેદવારોને મોટી માત્રામાં સમયસર હાજર રહેવા આહવાન કરવામાં આવ્યુ છે.અને સાથે ઉમેદવારોએ સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સ:

(૧) આધારકાર્ડ (અસલ)

(૨) પાસપોર્ટ સાઈઝનો ફોટો (નંગ-૧)

(૩) જન્મનુ પ્રમાણપત્ર (અસલ) અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (અસલ) લાવવા જણાવ્યું છે

જેથી લાઇસન્સ ની પ્રોસેસ ઝડપી થઈ શકે આમ નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને ડેડીયાપાડા પીઆઇ પ્રકાશ પંડ્યા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવનાર છે જે તે આ વિસ્તારના લોકો લાયસન્સથી વંચિત ના રહે.

રિપોર્ટર :- સુનિલ વર્મા ડેડીયાપાડા 

Related posts

બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ફોટોથેરાપી મશીનની ભેટ

admin

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ

admin

એકતા નગર ખાતે નવી માધ્યમિક શાળાનું ખાતમુરત : ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ભૂમિ પૂજન

admin

Leave a Comment