32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
જિલ્લાનર્મદા જિલ્લો

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને દેડિયાપાડાના નાગરિકોએ ઢોલ-નગારા નાદ સાથે કંકુ-તિલક કરી ફૂલહાર સાથે આવકાર કર્યા

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ

રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સ્થાનિક લોકોને આમંત્રણ આપી પરિવાર સાથે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કર્યો

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીશ્રીએ કંકાલા ગામે આદિવાસી પારંપારિક ભોજનમાં હુઅનાઅ માડાની લિજ્જત માણી

રાજપીપલા, શુક્રવાર:- નર્મદા જિલ્લામાં પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામના આવી પહોંચતા ગામના લોકોએ ઢોલ-નગારા નાદ સાથે કંકુ તિલક કરી ફૂલહાર સાથે તેમજ સોલિયા શાળાના વિધાર્થીઓએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું.

આ વેળાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાના મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ દેડિયાપાડા ખાતે આયોજિત બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશભરના લોકોને સંબોધિત કરશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જનજાતિય ગૌરવ દિવસની આ વિશાળ ઉજવણીને લઈને સ્થાનિક લોકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી રહી છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ સોલિયા, કંકાલા, જાનકી આશ્રમ સહિતના ગામોમાં લોકોને આમંત્રણ આપી પરિવાર સાથે વડાપ્રધાનશ્રી કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. સાથે શાળાના વિધાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન કંકાલા ગામે આદિવાસી આદિવાસી પારંપારિક ભોજનમાં હુઅનાઅ માડાની લિજ્જત માણી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પૂર્વે સ્થળ નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ, ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, પૂર્વ વનમંત્રી અને માંગરોલના ધારાસભ્ય શ્રી ગણપણભાઈ વસાવા, નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી એ.કે.મોદી, જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ, જિલ્લાના અગ્રણી શ્રી નીલ રાવ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

નાયબ મુખ્યમંત્રીશ્રીની દેડિયાપાડા તાલુકામાં વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારી -કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનના કાર્યક્રમમાં લોક દરબાર અને લર્નિંગ લાઇસન્સ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

admin

બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ફોટોથેરાપી મશીનની ભેટ

admin

નર્મદાના AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો જીવલેણ હુમલો AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આપી પ્રતિક્રિયા

admin

Leave a Comment