32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનના કાર્યક્રમમાં લોક દરબાર અને લર્નિંગ લાઇસન્સ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

બે થી ત્રણ હજાર લોકોએ ભાગ લીધો અને લાઇસન્સ મેળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી

નર્મદા જિલ્લા ના આરટીઓ અધિકારીઓ પણ ખાસ ઝુંબેશ માં હાજર રહ્યા

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન ડેડીયાપાડા ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની સાથે પોલીસ અને આરટીઓ દ્વારા ડેડીયાપાડા તથા આજુબાજુના વિસ્તારના લોકો માટે ડેડીયાપાડામાં જ લર્નિંગ લાઇસન્સ મળી રહે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તથા આરટીઓ ઇન્સ્પેક્ટર નિમિષાબેન પંચાલ તથા સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકોને ટ્રાફિકના કાયદાની સમજ આપવામાં આવી તે ઉપરાંત લાયસન્સ વગર વહન ચલાવું કેટલી ગંભીર બાબત છે તે સમજાવી લાયસન્સ વગર પોતાને જો ખૂબ થાય છે અને સામેવાળાને પણ જોખમ ઊભું થાય છે અને નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતથી સંખ્યાબંધ લોકોનું દુઃખદ અવસાન થાય છે અને વીમા નલાભથી વંચિત રહે છેજે બાબતને ગંભીરta થી લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ,કર્મચારીઓ અને આરટીઓ અધિકારીઓ દ્વારા આજે જ ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ કરીને શરૂઆત કરતા આ કાર્યક્રમમાં ડેડીયાપાડા સાગબારાથી લગભગ બે થી ત્રણ હજાર લોકોના લર્નિંગ લાઇસન્સ માટેના ફોર્મ આજે જ ભરવામાં આવ્યા હતા આમાં સફળ કાર્યક્રમ રહ્યો. જેને લોકોએ ખૂબ બિરદાવ્યો છે

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે જ્યારે પણ પોલીસ ડ્રાઇવ થાય છે ત્યારે લાઇસન્સ મળતા જ નથી અને જેના કારણે લોકો ને દંડ ભરવો પડે છે તે સિવાય લાઇસન્સ વગર અવસાન પામે છે ત્યારે તેમને વીમો પણ નથી મળતો. જેના કારણે સમગ્ર પરિવારનું જીવન ખોરવાય છે માટે તમામ લોકો લાયસન્સ ધારક બને અને તાલીમ વાળા લોકો રસ્તા પર ગાડી ચલવે તો પોતાને અને સામેવાળાને પણ જીવ બચાવી શકે છે તેવા ઊંડા હેતુથી આ ડ્રાઇવ કરવામાં આવે છે .

આરટીઓ અધિકારી નિમિશા પંચાલ ના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક નું પ્રમાણ ખૂબ ઓછું છે જેના કારણે અકસ્માતાનું પ્રમાણ પણ બધું છે અને લોકો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવીને ગાડી ચલવે તો પોતાના હિતમાં જ હોય છે જેથી દરેકને લાયસન્સ ફરજિયાત છે તો લાઇસન્સ કઢાવવું જોઈએ

રિપોર્ટર સુનિલ વર્મા, ડેડીયાપાડા

Related posts

ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો ભવ્ય પ્રારંભ

admin

નર્મદાના AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો જીવલેણ હુમલો AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આપી પ્રતિક્રિયા

admin

એકતા નગર ખાતે નવી માધ્યમિક શાળાનું ખાતમુરત : ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ભૂમિ પૂજન

admin

Leave a Comment