છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટેનો ખરેખરીનો જંગ એકજ પરિવારના ચાર સભ્યો વચ્ચે જોવા મળી રહ્યો છે. એક જ વૉર્ડમાં પતિ અને પત્નીએ ઉમેદવારી નોંધાવી છે. તો બે ભાઈઓ અલગ અલગ વોર્ડ માંથી અલગ અલગ પક્ષ માંથી.
છોટાઉદેપુર નગરની ચૂંટણી માટે હવે ગણતરી ના કલાકો બાકી છે. ત્યારે સૌથી વધારે ચર્ચા નો વિષય બન્યો છે, તો ઍક જ વોર્ડ માં ચૂંટણી લડતા પતિ પત્ની ને લઈ ફારુક ભાઈ મોહમદ ફોદા જે ભારત નિર્માણ મંચ માંથી ચૂંટણી લડે છે. ત્યારે તેમની પત્ની સાબેરા ફારૂકભાઈ ફોદા અપક્ષ ઉમેદવારી નોંધવી છે. જો કે ફારૂકભાઇના પત્નિ ની ઉમેદવારી છે પરંતુ હાલ તે નિષ્ક્રીય છે, અને ફારૂક ફોદા જ ઉમેદવાર તરીકે પ્રચાર માં છે. જ્યારે મહત્વની વાત એ છે કે તેમનો એક પુત્ર આરીફ ભાઈ ફોદા ભાજપ માંથી વોર્ડ નબર ત્રણ માંથી લડી રહ્યો છે. જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસે માંથી રમજાની ફોદા લડી રહ્યો છે. એકજ પરિવારના સભ્યો છે. જોકે વોર્ડ નબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદા નું કહેવું છે કે અમે બંને પતિ પત્ની એ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ પરત ખેંચવા નું રહી ગયું હતું. ભાજપ માંથી ચૂંટણી લડતા આરીફ ભાઈ ભાઈ નું કહેવું છે કે ભાજપે મને ટિકિટ આપી છે ભલે અમારા પરિવાર અલગ અલગ પક્ષ માંથી ચૂંટણી લડે છે પરંતુ અમારા માં કોઈ મતભેદ નથી. આખું ફોદા પરિવાર વર્ષો થી રાજકારણ માં છે અને ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે નગર જનો માં ચૌરે અને ચોટે ચર્ચા એ વાત ની છે કે પરિવારના ચારના ચાર સભ્યો ચૂંટણી લડી રહ્યા છે તેમાં કોણ નગરપાલિકા ની ચૂંટણી જીતે છે ? તેતો આગામી સમય બતાવી શકે તેમ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

