છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સબ રજીસ્ટાર કચેરીમાં અઠવાડિયામાં બે દિવસ અધિકારી આવતા હોવા છતાંય સોમવારના રોજ બપોર સુધી અધિકારી ના આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો હેરાન થયા હતા. હજારો રૂપિયા પગાર મેળવતા અધિકારીઓ સમયસર નોકરી માં પણ આવતા નથી. જયારે લોકોને મુશ્કેલી પડતા ઉચ્ચ કક્ષાએ દસ્તાવેજ કરવા આવેલા લોકોએ રજુઆત કરી છે. નસવાડી તાલુકાના 210 ગામો માંથી લોકો જમીનના દસ્તાવેજ કરાવવા માટે અઠવાડિયામાં બે દિવસ આવતા અધિકારીની રાહ જોઈને બેસે છે. સોમવાર અને મંગળવાર અઠવાડિયામાં બે દિવસ સબ રજીસ્ટાર કચેરીમાં અધિકારી આવે છે. સોમવારના રોજ બપોર ના એક વાગ્યા સુધી સબ રજીસ્ટાર અધિકારી ના આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો અધિકારીની રાહ જોઈને થાકી જતા ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજુઆત કરી હતી. જયારે અઠવાડિયા માં બે દિવસ અધિકારીઓ આવતા હોય ત્યારે તેઓ સમયસર ના આવે પ્રજા ને કલાકો સુધી રાહ જોવી પડે છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં ફરજ બજાવતા અધિકારીઓને પ્રજા ની કાંઈ પડી નથી આ કચેરી નસવાડી તાલુકા સેવાસદન માં ચાલે છે મામલતદાર ની નિગરાણી હેઠળ ચાલતી કચેરી માં અધિકારીઓ ગુલ્લાં મારતા હોય ત્યારે અન્ય કચેરીઓની શું હાલત હશે નસવાડી તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર તલાટીઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ કચેરીઓમાં જતા નથી ત્યારે હવે દિવસે દિવસે તાલુકા મથક ની કચેરીઓમાં પણ અધિકારીઓ પણ ગુલ્લાં મારતા થઇ ગયા છે નસવાડી સબ રજીસ્ટાર ની કચેરી માં અધિકારી સમયસર ના આવતા તણખલા ના યાસીનભાઈ મેમણે જિલ્લા રજીસ્ટાર ને રજુઆત કરી હતી જયારે સબ રજીસ્ટાર કચેરી ના કર્મકારી રમણભાઈ ના જણાવ્યા મુજબ સાહેબ હજુ આવ્યા નથી બપોર નો સમય થઇ ગયો છે પરંતુ સાહેબ આવેલ નથી થોડી વાર માં સાહેબ આવશે તેવું ફોન ઉપર જણાવેલ છે જયારે કર્મચારીઓ પણ અધિકારીઓની રાહ જોઈને બેસી રેવાનો વારો આવે છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

