Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં તાંદલજાના શકીલા પાર્કમાંથી 22 લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો

વડોદરામાં તાંદલજાના શકીલા પાર્કમાંથી 22 લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો, પિતા ફરાર વડોદરાના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કેરિયરની અટકાયત કરી છે. જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે.

તાંદલજા બેસિલ સ્કૂલ પાસે આવેલા શકીલા પાર્કના મકાનમાં રહેતા અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રીડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે એસ.ઓ.જીની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનમાં સર્ચ કરતા રૂ.22 લાખની કિંમતનો 700 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. મકાનમાંથી આદિબ અબ્દુલ પટેલ મળી આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો તેનો પિતા અબ્દુલ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે આદિબ પાસેથી એક મોબાઇલ પણ કબજે કર્યો છે જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો.

Related posts

છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા લોકોના ઘરોમાં કચરાના ઢગલા

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી અર્થે SHGની બહેનોની માર્ચ યોજાઈ.

admin

વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્‍મી વિલાસ પેલેસમાં આન બાન અને શાન સાથે ગણેશજીનું આગમન

admin

Leave a Comment