Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી અર્થે SHGની બહેનોની માર્ચ યોજાઈ.


ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબ ના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા ખાતે ડભોઇ ને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી બનાવવાના ઉદ્દેશ સાથે ડભોઇ નગરના સખીમંડળની બહેનો મોટી સંખ્યામા એકત્ર થી ડભોઇ ટાવર ચોકથી સરદાર બાદ સુધીની માર્ચ કરવામાં આવી હતી.

નગરના વેપારીઓ તથા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથેસાથે નગરને પ્લાસ્ટિક ફી અને ક્લીનસીટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો.
આ માર્ચના સમાપન સમયે સરદારબાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આર. આર. આર. સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ, જુના કપડાં વગેરે કચરામાં ન ફેકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આર. આર. આર. સેન્ટર પર જમા કરવા અને આ જમા થયેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોને જરૂર હોય તેઓએ આ આર.આર. આર. સેન્ટરથી વિનામૂલ્ય લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.


આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેનશ્રી તેજલ સોની, ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, ચીફ ઓફિસરશ્રી જયકિશન તડવી, તેમજ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

વડોદરા વાડી વિધાનસભાના બોર્ડ 15 ના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રેશનકાર્ડ E-KYC આવક દાખલા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે 123 જેટલા શિક્ષકોને નિમણૂક પત્રો વડોદરાના સાંસદના હસ્તે આપવામાં આવ્યા…

admin

બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા નવરાત્રી નિમિત્તે બાળ ગરબાનું આયોજન.

admin

Leave a Comment