વડોદરા ના શહેરવાળી વિધાનસભા માં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર પાંચ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે રેશનકાર્ડ EKYC, આવક ના દાખલા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો કેમ્પમાં આવી પોતાની જરૂરિયાત મુજબ કામ કરાવી રહ્યા છે. શહેર વાળી વિધાનસભાના ધારાસભ્ય મનિષાબેન વકીલ ના સેવા એ જ સંકલ્પના સૂત્ર અનુસાર આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે સવારના 9:00 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ કેમ કાર્યરત રહેશે. 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ આ કેમ્પમાં લેવા માટે વરિષ્ઠ નાગરિકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. વોર્ડ 15 ભારતીય જનતા પાર્ટી કાર્યાલય સૂર્યનગર બસ સ્ટેન્ડ વાઘોડિયા ખાતે આ કેમ્પ આજે જ રહેશે જ્યારે આવતીકાલે વોર્ડ નંબર પાંચમાં કાર્યરત રહેશે જેથી વોર્ડ 15 ના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ વૃષભ કામદાર દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક દિવસના કેમ્પનો લોકોએ ભરપૂર લાભ લેવો જોઈએ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવેલ ગામના છેવાડે આવેલ માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એ સાર્થક થઈ શકે.

