વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે યોજાઇ હતી જેમાં કુલ 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 19 કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એક કામ ના મંજૂર રીટેન્ડર કરવામાં આવ્યું હતું.
દર અઠવાડિયે મળતી શહેરના વિકાસ લક્ષી કામોને મંજૂરના મંજૂર કરવા માટેની આ બેઠકમાં આ બેઠકમાં સ્ટ્રીટ લાઇટ વિભાગ ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું,સયાજીબાગ ઝુ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટુરિસ્ટ શાખા જેવા મહત્વના વિભાગના અલગ અલગ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ૧૯ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાનું એક કામ ના મંજૂર કરી રિટેન્ડર કરવામાં આવ્યું છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

