સાવલી ને કર્મભૂમિ બનાવનાર પંથક અને જિલ્લા રાજ્ય અને દેશ વિદેશ માં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજી ની 34 મી પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ ખાતે સમાધિ સ્થળે કરાઈ હતી સાવલી નગર સાવલી ડેસર તાલુકાસહિત જિલ્લા ના હજારો શ્રદ્ધાળુઓ એ પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
વર્ષો પૂર્વે ઈશ્વરીય સંકેત પામી જેતે વખત ની ડભોઇ ટીમબા નેરોગેજ રેલવે માર્ગે સાવલી ના રેલવેસ્ટેશન પર પધારી સાવલી ને કર્મભૂમિ બનાવી પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ પંથ ના ગેબીનાથ દાદા ની જીવંત સમાધિ સ્થળે રોકાણ કરી ભીમનાથમહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પંથક ના લોકસેવા કર્યો જેવા કે શૈક્ષણિક સંકુલ સ્કૂલ કોલેજ આરોગ્યસેવાઅર્થે વિશાળ સરકારી દવાખાનું નિર્માણ કરાવ્યું હતું દુષ્કાળ માં મૂંગા પશુઓ માટે પ્રથમ ખાનગી કેટલ કેમ્પ પણ શરૂ કરાયો હતો “સત્ય સંકલ્પ નો દાતા ભગવાન” “સુખ ચાહો તો સુખ દો” ના સૂત્ર સાથે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્નલીન સાવલી વાળા સ્વામીજી ની 34 મી પુણ્યતિથિ ની અતિભવ્ય ઉજવણી કરાઈ હતી પૂજ્ય સાવલી વાળા સ્વામીજીની પુણ્યતિથિ ની ઉજવણી પ્રસંગે સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભ થયો હતો સ્વામીજીની પાદુકાની પાલખીયાત્રા ગંગોત્રી બંગલોઝ થી બમબમભોલે ના નાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વ્રારા વિવિધ વેશભૂષા ભજનમંડળીઓ સાથે ધામધુમપુર્વક નીકળી હતી નગર ના રાજમાર્ગો પર ફરી ભીમનાથમહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સ્વામીજી ના સમાધિ મંદિર પોહચી હતી સમાધિમંદિરે વિદ્વાન ભૂદેવો અને હજારો શ્રધ્ધાળુઓ દ્વારા પૂજાઅર્ચના કરી શ્રદ્ધાસુમન કર્યા હતાઅને ભાવિકભકતજનો એ પ્રસાદ લીધો હતો વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી બ્રહ્મલીનસ્વામીજી સાવલીવાળાની 34મી પુણ્યતિથિનાસ્વામીભક્તિ પર્વની ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધા સભર અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

