Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાયબર ક્રાઇમ કોર્ડીનેશન અને નોલેજ શેરિંગ માટે વડોદરા શહેર પોલીસ અને એમ.એસ.યુનિવર્સીટી વચ્ચે MOU સાઇન તથા સાયબર વોરિયર્સને પ્રોત્સાહિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ

માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ અને વાઇસ ચાન્સેલર કર્નલ પ્રો.(ડો.) વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા સાઇન કરવામા આવેલ MOU માં નોલેજ શેરિંગ અને વર્કશોપ, ઇન્વેસ્ટિગેશન સપોર્ટ અને એક્સ્પર્ટીસ શેરિંગ, રીસર્ચ અને ડેવલોપમેન્ટ વિગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે.

પોલીસ,એકેડેમીક અને નાગરિકો વચ્ચેની જન ભાગીદારી થકી સાયબર ક્રાઇમ વિરુદ્ધની લડત વેગવંતી બનશે .

તેમજ માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રીએ સાયબર ક્રાઇમ વોરીયર્સ તરીકે જેની સાથે સાયબર ક્રાઇમ થયેલ છે તેઓને આગળ આવીને હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત જ કોલ કરી ફરિયાદ કરવા જણાવેલ અને સાયબર વોરીયર્સને માનનીય પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા તેઓની સાહસિકતા બદલ પ્રોત્સાહિત કરવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ દરમ્યાન સાયબર ક્રાઇમનો ભોગ બનનાર 500 થી વધુ અરજદારોને આશરે રુપિયા ૨૫ કરોડથી વધુ નાણાં કોર્ટ ઓર્ડર મારફતે પરત કરાવવામાં આવેલ છે.

Related posts

પોષવતી અંગારિકા ચોથ નિમિત્તે શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિરે ભક્તોની ભારે ભીડ

admin

વસઈ-કરાલી વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરા કામને કારણે અકસ્માતનો ભય

admin

ડભોઈ નર્મદા નિગમની ઓફિસથી માત્ર 500 મીટર દૂર કેનાલમાં મસમોટું ગાબડું તંત્ર ઘોર નિદ્રામા

admin

Leave a Comment