તા 6/1/2025ના રોજ પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા મે. કમિશ્નર નરસસિમ્હા કોમાર સાહેબ તેમજ જોઈન્ટ કમિશ્નર ડૉ. લીના પાટીલ સાહેબ (ક્રાઇમ /ટ્રાફિક) તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જ્યોતિ પટેલ સાહેબ (ટ્રાફિક ) તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ડી એમ વ્યાસ સાહેબ (ટ્રાફિક પશ્ચિમ) ના ઓના માર્ગદર્શન હેઠળ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માં અત્યાર થી જ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી હાલની ટ્રાફિક સમસ્યા માંથી કેવી રીતે બહાર નીકળવું તેમજ અકસ્માતો થતા કેવી રીતે અટકાવી શકાય તેમજ વિડીયો ના માધ્યમ થી અકસ્માતો રોકવા શું શું કરવું જોઈએ તેમજ અકસ્માત માં ભોગ બનેલા પરિવાર ની પરિસ્થિતિ કેવી થતી હોય છે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા નિવારવાં માટેના વિદ્યાર્થીઓ ના વિચારો કેવા છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત પી આઈ શ્રી પી ડી પરમાર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક નિયમો અંગે ની પત્રિકા વહેંચી વિદ્યાર્થીઓ ને સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા જેમાં આશરે 400 જેટલાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા…
previous post

