30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તથા કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે જેતપુર પાવી તથા કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતો આરોપી ડેનીસભાઇ રમેશભાઇ પોદાર રહે-માધવનગર તા-વાઘોડીયા જી-વડોદરા નાઓ છોટાઉદેપુર બસ ડેપો ખાતે આવેલ હોય અને છોટાઉદેપુર થી વાઘોડીયા પોતાના ઘરે જવા સારુ ઉભેલ છે જે હકીકત મળેલ જે આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા ઉપર મુજબ જાણાવેલ જેથી ઇસમને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકાનું ધનિયા ઉંમરવા ઓવરફ્લો થતા વેસ્ટ વિયર માંથી પાણી રોડ ઉપર આવી ગયું

admin

છોટાઉદેપુર નગરમાં આગામી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ લઈને રેલી યોજાશે

admin

ચોંરીની બાઈક લઇ ફરવા નીકળેલા બે બાળ કિશોરોને ઝડપી પાડતી છોટાઉદેપુર LCB,

admin

Leave a Comment