36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નાદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે દર વર્ષની જેમ “ગાયોને ઘાસચારો અને ગોળ ખવાડી મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી

ડભોઇ નાદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે દર વર્ષની જેમ “ગાયોને ઘાસચારો અને ગોળ ખવાડી મકરસંક્રાંતિ ના પાવન પર્વની ઉજવણી ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા ના હસ્તે ગાય ને ગોળ ઘાસ અને ગાયોમાટે પાણીના હોજ નું ખાતમુર્હત કરવમાં આવ્યુ.ડભોઇ નાદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડયાત્રા ના આયોજક શ્રી. વિજયજી મહારાજ ના સાનિધ્યમાં તથા અશ્વિનભાઇ પટેલ અને ભાજપા જીલ્લા મહામંત્રી ડૉ.બી.જે બ્રહ્મભટ્ટ,સોનલબેન કિશોરભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં માતા ગણાતી ગાયોને લીલો ઘાસચારો તેમજ ગોળ ખવાડી મકરસંક્રાંતિ પર્વની સાદગીથી ઉજવણી કરાઈ.સૂર્ય મકર મા પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સક્રાંતિમાં સૂર્યપૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે સૂર્ય મકરમાં પ્રવેશતા કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો આરંભ થાય છે. મકરસંક્રાંતિ પર્વ એ દયાભાવ અને દાન-પુણ્ય નો મહિમા ધરાવતું તહેવાર છે જ્યારે હિન્દુ માન્યતા પ્રમાણે આજના દિવસે સૂર્યદેવ અને શનિદેવ પિતા પુત્ર તરીકે મનાય છે તે મકરસંક્રાંતિના દિવસે એક દિશામાં થાય છે અને સર્વ દેવી દેવતાઓ આજથી ધર્મના શુભ કાર્યનો પ્રારંભ કરે છે.
આજના પવિત્ર દિવસે દાન પુણ્ય નો ખૂબ મહિમા છે અને સાથે આજના દિવસે પસુ પક્ષીઓને કોઇ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ-પક્ષીઓ માટે કઋણા અભિયાન પણ ચલાવવામાં આવે છે સાથે આજના પવિત્ર મકરસંક્રાંતિ નો દિવસ ખાસ દાન-પુણ્ય નો ખૂબ મહિમા ધરાવે છે તેવામાં વિજયજી મહારાજ ના સાનિધ્યમાં ગાયોને ચારો અને ગોળ ખવડાવ્યા નો જે પુણ્ય અવસર મળ્યો જે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એમ જણાવ્યું હતું અને આ પુણ્ય ની તક આપવા બદલ ખાસ અને બોળાભાઈ તેમજ અન્ય લોકોએ વિજયજી મહારાજ નું ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

વડોદરામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ: જેસીબીમાં શ્રમિકોને બેસાડીને ફરતો દેખાયો વાહનચાલક

admin

સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ

admin

વડોદરા મહાનગર પાલિકાના 2026–27ના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિની મંજૂરી, 7672.71 કરોડની જોગવાઈ

admin

Leave a Comment