ત્રણ શિક્ષકો ઉત્તરાયણ ની રજા માં ગયા છે તે પરત આવ્યા નથી જયારે એક શિક્ષકને નજીક ની શાળા માં કામગીરી માટે મોકલવામાં આવી શિક્ષણ વિભાગનો અંધેર વહીવટ બહાર આવ્યો,
શિક્ષકો રજા ઉપર જાય ત્યારે રજા મંજુર કરતા પહેલા શાળા ની સ્થિતિ નું નિરીક્ષણ શાળા ના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ કરવાનું હોય છે જયારે બાળકો નો અભ્યાસ બગડતો હોવા છતાંય શાળા ના શિક્ષક ને બીજી શાળા માં મોકલતા પહેલા અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ
ગોયાવાંટ પ્રાથમિક શાળા માં ચાર શિક્ષકો ના હોવાથી ધોરણ આઠ ની વિદ્યાર્થીનીઓને વર્ગખંડ માં વિદ્યાર્થીઓ ના લડાય તે માટે સાચવવા માટે મુકવામાં આવી હતી
નસવાડી તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં આવા અંધેર વહીવટ થી શિક્ષણ વિભાગ નું તંત્ર ચાલી રહ્યું છે આદિવાસી વિસ્તાર માં વિદ્યાર્થીઓને શિક્ષણ થી વંચિત રહેવું પડે છે ત્યારે જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે
આદિવાસી વિસ્તાર માં ચાલતી પ્રાથમિક શાળાઓમાં સીઆરસી ગ્રુપ આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષકો ની રજા મંજુર કરતા પહેલા શાળા ની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો છે
મોહસીન સુરતી છોટાઉદેપુર

