છોટાઉદેપુરના રણછોડરાય મંદિરના પ્રાંગણમાં હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી,લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત આગેવાનોએ પ્રભુને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો.
છોટાઉદેપુરમાં રંગોત્સવ ધૂળેટીને હોળી રસિયા મહોત્સવ – ફાગ ઉત્સવની નગરમાં આવેલાં અતી પૌરાણિક શ્રી રણછોડરાય મઁદિરના પ્રાંગણમાં શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રણછોડરાય સાથે ફાગ ઉત્સવ રમી ભાવિક ભક્તો એ ધન્યતા અનુભવી હતી. એક મેક ને સુકનના ગુલાલ લગાવી ભાવિક ભક્તો એ ફૂલો થી પ્રભુ સાથે હોળી રમી હતી. ચારભુજા ભક્ત મંડળ – વડોદરાના સોનલબેન કોઠારી હોળી રસિયા રમઝટ બોલાવવામાં આવી હતી, નગરના ભાવિક ભક્તોએ પ્રભુ ભક્તિમાં ઝૂમી હર્ષોલ્લાસ થી ભગવાન સાથે રંગોત્સવ રમી હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જેમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

