30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર એક મત થી વિજેતા બનતા પાલિકા ચુંટણીમાં ઇતિહાસ રચાયો

છોટાઉદેપુર નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ થયેલ મતદાનની આજે મતગણતરી થઈ હતી. જેમાં એક અદભુત જનતાનો ચુકાદો સામે આવ્યો હતો. એક વોટથી એક ઉમેદવાર વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો બહાર આવતા વોર્ડ નંબર 5ના સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવાર મુફીજ શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે. તેઓના હરીફ ઉમેદવાર જહીર મકરાણી થી એક મત વધુ મેળવી વિજેતા ઘોષિત થતાં તેઓના કાર્યકરો સમર્થકો મતદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો. મુફિજ શેખ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી વોર્ડ નંબર પાંચની સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ભારે રસાકસી બાદ પરિણામમાં તેઓના હરીફ ઉમેદવાર ને તેઓએ એક વોટથી હરાવી અને સમગ્ર ચૂંટણી પરિણામમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.

મૂફીજ એહમદ શેખને કુલ મત 869 મળ્યા હતા. અને તેઓના હરીફ ઉમેદવાર મકરાણી જહિર અહેમદને 868 મત મળતા એક વોટથી અપક્ષ ઉમેદવાર જહીર અહેમદ મકરાણીનો પરાજય થયો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

મહાશિવરાત્રી નિમિતે છોટાઉદેપુરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

admin

ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

admin

બોડેલી તાલુકા ના પાણેજ ગામે બાળકી રીતા તડવીની હત્યાનો મામલો

admin

Leave a Comment