વડા તળાવ મોડેલ સ્કૂલ. બોડેલી ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દિપકકુમાર બાવિસ્કર ભાગ લેનાર બાળકોને માર્ગદર્શન અને પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. “મૂછાળીમા” તરીકે વિશ્વપ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શાળા કક્ષાએ, ક્લસ્ટર કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજવામાં આવ્યો હતો.અને તેમાં પ્રથમ વિજેતા થયેલા બાળકોને જિલ્લા કક્ષાએ બાળવાર્તા કથન અને લેખન સ્પર્ધામાં રજુ કરવા આમંત્રિત કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાંથી બાળવાર્તાના સ્પર્ધકો આજરોજ વડા તળાવ મોડેલ સ્કૂલ, બોડેલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપરેટરી સ્ટેજ અને મિડલસ્ટેજના બાળકો, બાલવાટિકા થી લઈને ધોરણ એક બે ના બાળકો માટેનો એક વિભાગ જેમાં મનપસંદ વાર્તા રજૂ કરવામાં આવી હતી. બીજો વિભાગમાં નિપુણ ભારત વાર્તા સંગ્રહ પુસ્તિકાઓ, બાળસાહિત્ય, વર્તનપત્રોમાંથી મનપસંદ વાર્તાઓ તેમજ ત્રીજા વિભાગમાં વિભાગ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વાર્તા નિર્માણ સ્પર્ધામાં બાળકોએ સ્વરચીત વાર્તાઓ રજૂ કરી હતી. બાળ વાર્તા સ્પર્ધા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવનાર વાર્તા લેખકો, વાર્તાનું શિક્ષણશાસ્ત્રનાજાણકારતજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં દિનેશ રાઠવા, અર્જન ડિંડોર, નરેશકુમાર, દેવલ કુમાર, સંગીતા રાઠોડ, ડાયટ વ્યાખ્યાતા વ્યોમેશકુમાર, ભૂપેન્દ્ર ભાઈ તથા કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેકચરર ડૉ .વિશ્વજીત યાદવેકર્યું હતું. લેકચરર એ વાર્તાનુ શિક્ષણમાં મહત્વ સમજાવ્યુ હતુ. તેમજ દિનેશભાઇ રાઠવા સી.આર.સી કોર્ડિનેટર ધંધોડાએ વાર્તા કેવા પ્રકારની અને વાર્તા નિર્માણ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી હતી.વિજેતા બાળકોને સ્કૂલ બેગ વૉટરબોટલ, શિલ્ડ , વિજેતા પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર


