31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા શાક માર્કેટને ડમ્પિંગ યાર્ડ પાસે ખસેડતા ભારે વિરોધ

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ચાર રસ્તા ઉપર પૂર્વ વિસ્તારનું શાક માર્કેટ આવેલું છે. અને ત્યાં જ બાજુમાં કોર્પોરેશનનું કચરા માટેનું ડમ્પિંગ યાર્ડ આવેલ છે. એક બાજુ કચરાનું ડમ્પીગ યાર્ડ બીજી બાજુ શાક માર્કેટની જગ્યાની ફાળવણી. કરી વીએમસી દ્રારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું.

જ્યાં આખા વિસ્તારનો કચરો ઠાલવવામાં આવે છે. જેના લીધે રોગચારો ફેલાવવાનો ભય રહે છે દુર્ગંધ મારે છે બીમારીઓને આમંત્રણ આપે છે જ્યાં થોડી વાર ઉભું રહેવું પણ મુશ્કેલ પડે છે ત્યાં જ શાક માર્કેટની જગ્યા ફાળવણી કરતા શહેરના કોંગ્રેસી કાર્યકરો દ્રારા વિરોધ દર્શાવવામાં આવ્યો. પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી શાક વેચનાર તથા શાકભાજી ખરીદવા આવતા લોકોને દુર્ગંધથી બચવા માટે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. અને સાથે સાથે ડમ્પિંગ યાર્ડને અન્ય સ્થળે ખસેડવાની માંગણી કરવામાં આવી રહી છે.

Related posts

વાહન અકસ્માત ના થાય તેના માટે પતરા લગાવવામાં આવ્યા હતા ખાડા પૂરવા માટે મુકાયેલા પતરા ગાયબ

admin

એમ એસ યુનિવર્સિટી વડોદરામાં “NEP 2025” સપ્તાહની ઉજવણીનો શુભારંભ

admin

ડભોઈ અંજુમને ઇસ્લામ મદ્રેસામાં ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજાયો

admin

Leave a Comment