27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વાહન અકસ્માત ના થાય તેના માટે પતરા લગાવવામાં આવ્યા હતા ખાડા પૂરવા માટે મુકાયેલા પતરા ગાયબ

ડભોઇ તાલુકાના વેગા થી ફરતીકુઈ રોડ પર મોટા ખાડા કોઈ વાહન અકસ્માત ના થાય તેના માટે પતરા લગાવવામાં આવ્યા હતા
ખાડા પૂરવા માટે મુકાયેલા પતરા ગાયબ: PM મોદીના કાર્યક્રમ બાદ પ્રજાને રામભરોસે

​ડભોઈ, ગુજરાત: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તેની ઉજવણીમાં હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમ માટે દેશભરમાંથી વીઆઈપીઓ (V.I.P.s) આવવાના હોવાથી, ડભોઈથી ફરતીકોઈ સુધીના રોડના અધૂરા કામ અને મોટા ખાડાઓ તાત્કાલિક ઢાંકવા માટે તેના પર ધાતુના પતરા (શીટ્સ) મૂકવામાં આવ્યા હતા.

​તંત્રની બેદરકારી:વીઆઈપી માટે સુવિધા, આમ પ્રજાને હાલાકી: વડાપ્રધાન અને અન્ય વીઆઈપીઓ સહીસલામત પસાર થઈ શકે તે માટે ખાડાઓ પર પતરા મૂકવામાં આવ્યા હતા, જેથી કોઈ અકસ્માત ન થાય. જોકે, આ સુવિધા માત્ર વીઆઈપીની અવરજવર પૂરતી જ સીમિત હતી.અકસ્માતનું જોખમ વધ્યું: 31 ઓક્ટોબરનો કાર્યક્રમ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ આ તમામ પતરા રોડ પરથી ગાયબ થઈ ગયા છે! આ પતરા કોઈ ચોરી ગયું છે કે પછી માર્ગ અને મકાન (R&B) વિભાગના અધિકારીઓએ જ તેને કઢાવી લીધા છે, તે એક મોટો પ્રશ્ન છે.R&B વિભાગની ઘોર બેદરકારી: પતરા હટાવી લેવાતા ફરીથી રોડ પર મોટા ખાડાઓ ખુલ્લા પડી ગયા છે. આ મુખ્ય રસ્તો હોવાથી અકસ્માત થવાની ભયંકર શક્યતા છે. તંત્રને જાણે પ્રજાની કોઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. શું અધિકારીઓ માત્ર વીઆઈપીઓ માટે જ જવાબદાર છે આમ પ્રજાની સુરક્ષાની જવાબદારી કોની જો આ ખાડાઓને કારણે કોઈ મોટો અકસ્માત થાય, તો તેની જવાબદારી કોણ લેશેસ્થાનિક નાગરિકોની માંગ છે કે R&B વિભાગ તાત્કાલિક ધોરણે આ અધૂરા રોડનું કામ પૂર્ણ કરે અને જોખમી ખાડાઓ કાયમી ધોરણે પૂરીને આમ પ્રજાની અવરજવરને સુરક્ષિત બનાવે.

Related posts

વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે સંકલનસમિતિનીબેઠકનું આયોજન થયું

admin

ડભોઇ તાલુકાની વઢવાણા કેનાલનું છોડાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન

admin

ડભોઇના શંકરપુરા ગામે ST બસ સ્ટેન્ડ છેલ્લા બે વર્ષથી ખંડિયેર

admin

Leave a Comment