ડભોઇ નગરપાલિકાનુ પાંચ કરોડના ખર્ચે શિનોર ચોકડી મોહન પાકૅ સોસાયટી પાસે નવા બિલ્ડીંગ નું વાસ્તુ શાસ્ત્રો અને સત્યનારાયણની કથા ને ધાર્મિક વિધિ સાથે આજરોજ રીબીન કાપી લોકાર્પણ ધારાસભ્યશ્રી અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.
ડભોઈ નગર પાલિકા ધ્વારા શિનોર ચોકડી પાસે મોહનપાર્ક ની બાજુમાં રાજ્ય સરકાર ની સ્વર્ણીમ જયંતિ ની રૂપિયા 5 કરોડ ની ગ્રાન્ટ માથી અત્યાધુનિક સુવિધા સાથે નુ નવીન બિલ્ડીંગ નુ લોકાર્પણ 25 મી જાન્યુઆરી ના ગણતંત્ર દિનની ઉજવણી નિમીત્તે ડભોઈ નગર પાલિકા ધ્વારા પાલિકાના નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ પ્રસંગે બિલ્ડીંગનું વાસ્તુ શાસ્ત્રુ અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સાંસદ જસુભાઈ રાઠવા, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મેહતા (સોટ્ટા )તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બી જે બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, માજી શહેર પ્રમુખ સંદીપ શાહ , મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, ભાવેશભાઈ પટેલ, વિશાલ શાહ (નડા ),ચીફ ઓફિસર જય કિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને નગરપાલિકા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

