30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું રૂપિયા 6200.56 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 50 કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું છે. જ્યારે કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આજે સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા અમદાવાદ પત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષણ રૂ.740 કરોડ મૂકવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે રૂ.60013 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધા ને લગતા કામોનો સમાવેશ થાય છે

Related posts

વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથાનું આયોજન

admin

વડોદરાના કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડ ની પાછળ એક વૃદ્ધ મહિલા ઘરમાં ફસાયા

admin

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

Leave a Comment