36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
રાષ્ટ્રીય

પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી 14 થી વધુ લોકોનાં મોત 50 થી વધુ ઘાયલ થયા

મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર- 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી.

નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી. નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભપર નજર રાખી રહ્યા છે.સંગમ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ NSG કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે, શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Related posts

NEET-UG 2024 કાઉન્સેલિંગ પેપર લીક વિવાદને કારણે મુલતવી

admin

આજ થી સમ્પૂર્ણ ભારત માં ત્રણ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં

admin

નવા કાયદામાં પ્રમાણે નાગરિકોને કેવી ફાયદાઓ મળશે ડીસીપી અભય સોનીએ આપી માહિતી

admin

Leave a Comment